ભોજો ભરવાડ રોજેરોજ છેતરાય ,
કિયે : હાલ્યા કરે, હોય;

દળો શેઠ રોજેરોજ બમણું કમાય,
અને કરે હાયવોય.

રાત પડ્યે ભોજો કાં તો ભજન ઉપડે,
કાં તો ગણ્યા કરે તારા;

ઝીણી વાતે દળો કાં તો ચોપડો ઉઘડે,
કાં તો ગોખ્યા કરે ધારા.

એક દી ઉલડીયો કરીને આયખાનો ,
સુખે હાલ્યો ગયો ભોજો;

દલા શેઠ માથે પડ્યો એક દી નફાનો
જાણે મન મન બોજો.

—-મકરંદ દવે